અમેરિકાના લોસ એન્જલસમાં સ્કૂલમાં બાળકની બર્બરતાનો વીડિયો વાયરલ થયો છે.
અમેરિકાના લોસ એન્જલસમાં એક શાળાના કર્મચારીએ ચાર વર્ષના બાળકને માર માર્યો હતો. કર્મચારીએ પહેલા બાળકને ઊંધુ લટકાવ્યું. આ પછી તેણે બાળકને જમીન પર પટકાવી દીધો અને તેને હાથ વડે મારવાનો પ્રયાસ કર્યો. આ ઘટના એક મહિના પહેલા બની હતી, જેનો વીડિયો હવે સામે આવ્યો છે.
શાળાનું નામ કિન્ડર કિડ્સ ક્રિશ્ચિયન પ્લે સ્કૂલ છે. બાળકને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગંભીર ઇજાઓને કારણે હજુ તેની સારવાર ચાલી રહી છે.
કિન્ડર કિડ્સ ક્રિશ્ચિયન પ્લે સ્કૂલમાં મારપીટનો વીડિયો 14 માર્ચનો છે, જે હવે સામે આવ્યો છે.
બાળકના હાથ અને પગમાં ઈજા
બાળકની માતા, બ્રાયન બેટલના જણાવ્યા અનુસાર, બાળકને તેના બંને હાથ અને પગ પર ઈજાઓ છે. માતાએ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે બેટલે અન્ય કર્મચારીને તેના બાળકને માર મારવાની વાત કહી.
કર્મચારીએ બેટલને તે વીડિયો બતાવ્યો જેમાં તેના બાળકને માર મારવામાં આવ્યો હતો. આ પછી બેટલે સ્કૂલ પાસેથી વીડિયો મંગાવ્યો. શાળાએ વિડિયો સાથે છેડછાડ કરી અને માર મારતો ભાગ કાઢી નાખ્યો. ત્યારબાદ શાળાએ પોતાની ભૂલ સ્વીકારી અને કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યો. હવે બેટલ માંગ કરી રહી છે કે શાળાનું લાઇસન્સ રદ કરવામાં આવે કારણ કે શાળાએ તેની સાથે વિડિયો વિશે ખોટું બોલ્યું હતું.
તસવીરમાં જુઓ બર્બરતા…
સૌ પ્રથમ કર્મચારીએ ચાર વર્ષના બાળકના પગ પકડ્યા.
તસ્વીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે કર્મચારીએ બાળકને ઉંધુ લટકાવી દીધું છે.
ત્યારબાદ બાળકને જમીન પર પટકાવી દબાવી દેવામાં આવ્યો હતો.