લોકસભા ચૂંટણીમાં પત્રકારોઓને ભારતીય જનતા પાર્ટીની દરેક માહિતી સરળતાથી મળી રહે તે માટે અમદાવાદનાં સરખેજ ખાતે CM ભુપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે મીડિયા સેન્ટરનો શુભારંભ કરવામા આવ્યું હતું. જેમાં સીઆર પાટીલે પત્રકાર પરિષદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભાજપના મીડિયા સેન્ટર પરથી પક્ષાના આગામી કાર્યક્રમોની માહિતી, કેન્દ્રીય તેમજ પ્રદેશના પદાધિકારીઓના પ્રવાસ,જાહેરસભા,ગ્રુપ મીટીંગો, સામાજીક સંમેલનો બાબતની પ્રેસનોટ તેમજ ભાજપના પ્રવકતાશ્રીઓની કોઇ પણ મુદે પ્રતિક્રિયા જોઇતી હશે તે અંહીથી સરળતાથી મળી રહેશે.
પત્રકારોને તમામ માહિતી એક જ જગ્યાએથી મળશે
દેશમાં લોકસભા ચૂંટણીનો શંખનાદ વાગી ચુકયો છે. ભારતીય મીડિયા મહત્વનો રોલ ભજવતી હોય છે. દેશની ખરી સમસ્યા, વિકાસના કામો, ઉમેદવારનું બેગ્રાઉન્ડ, તેમજ પક્ષ તથા વિરોધ પક્ષના ઉમેદવારોનો તફાવત ભારતનું મીડિયા લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. તેમજ ભારત દેશનાં ચોથા સ્તંભ તરીકે મીડિયાને ઓળખવામાં આવે છે. આમ તો સત્તાપક્ષ હોય, વિરોધ પક્ષ હોય કે સામાન્ય લોકો હોય તમામ લોકો મીડિયાના કામને ભલી ભાતી જાણે છે અને સમજે છે. ત્યારે 30 વર્ષ સુધી સતત ગુજરાતમાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ ખાતે ખાસ કરીને લોકસભા ચૂંટણીને લઈને તમામ પ્રકારની માહિતી, ગ્રુપ મીટીંગો, જાહેર સભાઓ તેમજ સામાજિક સંમેલનો માટે એક જ જગ્યાએથી માહિતી મળી રહે તે માટે ભાજપ મીડિયા સેન્ટર ઉદ્ઘાટન કરાયું હતું.
દરેક બેઠક 5 લાખની લીડ સાથે જીતવાનો સંકલ્પ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે અને ગુજરાતમા દરેક બેઠક 5 લાખની લીડ સાથે જીતવાનો સંકલ્પ કાર્યકર્તાઓએ કર્યો છે ત્યારે લોકસભા ચૂંટણીમા પત્રકારોને ભારતીય જનતા પાર્ટીની દરેક માહિતી સરળતાથી મળી રહે તે માટે મીડિયા સેન્ટરનો શુભારંભ કરવામા આવ્યો છે. ભાજપના પ્રવકતાઓની કોઇ પણ મુદે પ્રતિક્રિયા જોઇતી હશે તે અંહીથી સરળતાથી મળી રહેશે. દેશમા આ વખતે મોદી સાહેબની ગેરંટી પર સૌને વિશ્વાસ છે અને ફરી એક વાર મોદી સરકાર બનવા જઇ રહી છે.
જીતની હેટ્રિક સાથે 400 બાર બેઠકો જીતીશું
CR પાટીલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજય સરકાર તરફથી બીજા પાંચ લાખ એમ કુલ 10 લાખની સારવાર વિનામુલ્યે મળે છે. ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા થાય છે, યુવાનો, ગરીબો અને મહિલાઓ માટે મોદી સાહેબે અનેક યોજનાઓ જાહેર કરી છે. જેનો લાભ જનતાને આજે મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીમા ફરી જીતની હેટ્રીક સાથે 400 પાર બેઠકો અને ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો પર 5 લાખથી વધુની લીડ સાથે જીતશે તેવો વિશ્વાસ છે.