ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન 3’ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. રણવીર સિંહના સ્થાને શાહરૂખ ખાનને લેવામાં આવ્યો છે. આ ફિલ્મની જાહેરાત થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી. રણવીરની સામે અભિનેત્રી કિયારા અડવાણી હશે. ‘ડોન’ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગની વાર્તા ફરહાને પુષ્કર-ગાયત્રી અને સુજલ સાથે મળીને લખી છે. આ ફિલ્મ આ વર્ષે ઓગસ્ટમાં ફ્લોર પર જશે પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે પછી લાગે છે કે પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
વિલન માટે એક્ટરનું નામ ફાઈનલ નથી
ફરહાન અખ્તરે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે જુલાઈમાં તેની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે જેમાં તે મુખ્ય ભૂમિકા ભજવશે. અત્યારે તે માત્ર આના પર જ ફોકસ કરવા માંગે છે. ફિલ્મ વિશે અત્યારે વધારે માહિતી નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ‘ડોન 3’ની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે વિલનની ભૂમિકા માટે કલાકારોને ફાઈનલ કરવામાં મેકર્સ હજુ સમય લઈ રહ્યા છે. એવી અફવાઓ પણ છે કે ફિલ્મમાં ઈમરાન હાશ્મી હોઈ શકે છે પરંતુ અભિનેતાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે આ અહેવાલોમાં કોઈ સત્ય નથી.
ફિલ્મ 2024 ના અંત સુધી મુલતવી રાખવામાં આવી શકે છે
સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મના લેખકો હજુ પણ વાર્તામાં કેટલીક વધુ વસ્તુઓ ઉમેરવા માંગે છે. આ બધા કારણોને લીધે, નિર્માતાઓ ઓગસ્ટમાં રણવીર સિંહ સાથે શૂટિંગ શરૂ કરે તે મુશ્કેલ લાગે છે. દીપિકા સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે. શક્ય છે કે ફિલ્મ 2024ના અંત સુધી મુલતવી રાખવામાં આવે.