2021ની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ પછી Allu Arjun ટૂંક સમયમાં Pushpa-2 સાથે આવી રહ્યો છે. આ ફિલ્મનું ટીઝર 8મી એપ્રિલે અલ્લુ અર્જુનના જન્મદિવસના ખાસ અવસર પર રિલીઝ થવા જઈ રહ્યું છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તાજેતરમાં અલ્લુ અર્જુને સ્ટુડિયોમાંથી ટીઝરની ઝલક બતાવી છે.
અલ્લુ અર્જુને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં ટીઝરની તસવીર શેર કરી છે. પુષ્પા-2 ના લોગોની સાથે તેમણે લખ્યું છે, બધા સેટ.
અલ્લુ અર્જુનના જન્મદિવસ પર ટીઝર રિલીઝ થશે
ફિલ્મ પુષ્પાઃ ધ રૂલનું ટીઝર 8મી એપ્રિલે અલ્લુ અર્જુનના 42માં જન્મદિવસે રિલીઝ થવા જઈ રહ્યું છે. સુકુમાર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે, જે 15 ઓગસ્ટ, 2024ના રોજ રિલીઝ થશે. 500 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ ભારતની સૌથી વધુ બજેટવાળી ફિલ્મોમાંની એક છે.
પુષ્પાઃ ધ રૂલ એ 2021માં આવેલી ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝની સિક્વલ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 375 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ તેલુગુ ફિલ્મ ઉદ્યોગની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મે 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બે એવોર્ડ જીત્યા હતા. પ્રથમ એવોર્ડ અલ્લુ અર્જુનને સર્વશ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં આપવામાં આવ્યો હતો, જ્યારે બીજો એવોર્ડ દેવી શ્રી પ્રસાદને શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે આપવામાં આવ્યો હતો.