પીએમ નરેન્દ્ર મોદી ટીમ ઈન્ડિયાને મળ્યા. ભારતીય ટીમે 17 વર્ષની લાંબી રાહ બાદ બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.
ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયા ચક્રવાતને કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી અને આજે એટલે કે 4 જુલાઈના રોજ ટીમ ઈન્ડિયા પોતાના દેશમાં પરત ફરી હતી.
ભારતીય ટીમ સ્વદેશ પરત ફરતાં જ દિલ્હી એરપોર્ટ પર તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી આઈટીસી મૌર્ય હોટલમાં થોડો સમય આરામ કર્યા બાદ ટીમ ઈન્ડિયા સીધી પીએમ મોદીને મળવા ગઈ, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં ન્યૂઝ એજન્સી ANIએ પોતાની વેબસાઈટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટીમ ઈન્ડિયા પીએમ મોદીને મળવા આવી છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ ખાસ જર્સી પહેરીને જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ‘ઈન્ડિયા ચેમ્પિયન્સ’ નામની ખાસ જર્સી પહેરી હતી અને ટીમ 7, કલ્યાર્ણા લોક માર્ગ પર પીએમ મોદીને મળી હતી. વાયરલ વીડિયોમાં પીએમ મોદી તમામ ખેલાડીઓને તેમના અનુભવો પૂછતા અને બધા સાથે મજાક કરતા જોવા મળી રહ્યા છે.
#WATCH | Indian Cricket team meets Prime Minister Narendra Modi at 7, Lok Kalyan Marg.
Team India arrived at Delhi airport today morning after winning the T20 World Cup in Barbados on 29th June. pic.twitter.com/840otjWkic
— ANI (@ANI) July 4, 2024
તે જ સમયે, વીડિયોમાં જોવા મળ્યું હતું કે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પીએમ મોદીની બાજુમાં બેઠેલા જોવા મળે છે અને રોહિત અને દ્રવિડે પીએમ મોદીને T20 વર્લ્ડ કપની ટ્રોફી સોંપી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.