IPL 2024 ની 14મી મેચ આજે એટલે કે 1લી એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમવાની છે. આ મેચ માટે બંને ટીમો મુંબઈ પહોંચી ગઈ છે. મેચ પહેલા MIના પૂર્વ કેપ્ટન Rohit Sharma નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની રેન્જ રોવર કારમાં ક્યાંક જતો જોવા મળી રહ્યો છે. તેની કારની નંબર પ્લેટે ચાહકોનું દિલ જીતી લીધું છે. Rohit Sharma ની કારનો નંબર ‘MH01EQ0264’ છે. રોહિતની આ નંબર પ્લેટે ચાહકોને તેની આઇકોનિક ODI ઇનિંગ્સની યાદ અપાવી.
તમને જણાવી દઈએ કે, રોહિત શર્માએ 2014માં શ્રીલંકા વિરુદ્ધ વનડે ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ રમી હતી. તેણે 173 બોલમાં 33 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગાની મદદથી 264 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગની તાર રોહિત શર્માની કારની નંબર પ્લેટ સાથે જોડાયેલી છે.
એવું નથી કે રોહિત શર્માના આ રેન્જ રોવર વાહન પર જ સ્પેસિફિકેશન નંબર 264નો ઉલ્લેખ છે. તેની પાસે આવા ઘણા વાહનો છે જેની નંબર પ્લેટ પર આ આઇકોનિક નંબર છે.
Boss Rohit Sharma travelling with his own car👀#RohitSharma𓃵 pic.twitter.com/MATIv9B0PK
— Quantum⁴⁵ Yadav (@45Quantum) March 31, 2024
IPL 2024માં નવા કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં કુલ બે મેચ રમી છે અને આ બંને મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ IPL 2024 પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 10માં સ્થાને છે. MI સિઝનની તેની પ્રથમ મેચ હોમ ગ્રાઉન્ડ પર રમવા જઈ રહી છે, તેથી તેમની નજર સિઝનની તેમની પ્રથમ જીત પર રહેશે. IPL 2024નો અત્યાર સુધીનો રેકોર્ડ એવો રહ્યો છે કે હોમ ટીમે 13માંથી 12 મેચ જીતી છે.