અમેરિકાનું સૌથી આધુનિક F-35 ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. ન્યૂ મેક્સિકોના અલ્બુકર્ક એરપોર્ટ પર આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં F-35 એરક્રાફ્ટનો પાયલટ ઘાયલ થયો છે. સીબીએસ ન્યૂઝે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના બે અધિકારીઓને ટાંકીને માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ એરક્રાફ્ટ એકદમ એડવાન્સ છે, જેની કિંમત 832 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જે જેટ ક્રેશ થયું તે સધર્ન કેલિફોર્નિયામાં અલ્બુકર્કથી 1,100 કિલોમીટર દૂર એડવર્ડ્સ એરફોર્સ બેઝ તરફ જઈ રહ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે કિર્ટલેન્ડ એરફોર્સ બેઝ પર ઈંધણ ભર્યા બાદ આ દુર્ઘટના થઈ હતી. સ્થાનિક સમય અનુસાર, આ દુર્ઘટના બપોરે 1.50 વાગ્યાની આસપાસ બની હતી.
રિપોર્ટ અનુસાર દુર્ઘટના દરમિયાન જે પ્લેન ક્રેશ થયું તે અલ્બુકર્કમાં ઇન્ટરનેશનલ સનપોર્ટ પાસે પડ્યું. વિમાનમાં સવાર પાયલોટ અકસ્માત દરમિયાન બહાર નીકળવામાં સફળ રહ્યો હતો અને તે હોશમાં હતો. પાયલટને યુનિવર્સિટી ઓફ ન્યુ મેક્સિકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અલ્બુકર્ક ફાયર વિભાગના બચાવ પ્રવક્તા લેફ્ટનન્ટ જેસન ફેગરે જણાવ્યું હતું કે ઘટના બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તાની બાજુના ખેતરમાં વિમાનનો કાટમાળ સળગી રહ્યો છે, જેને ફાયર વિભાગના જવાનો ઓલવતા જોવા મળી રહ્યા છે.
🚨#BREAKING: F-35 Crash at Albuquerque Airport!
An F-35 fighter jet has just crashed during takeoff at Albuquerque International Airport, New Mexico.
The pilot did eject from the aircraft just in time and is reported to be okay and being transported to a nearby hospital.
The… pic.twitter.com/R57CdfG402
— 🇺🇸 Larry 🇺🇸 (@InterStarMedia) May 28, 2024
આલ્બર્કના મેયર ટિમ કેલરે આ પ્લેન ક્રેશ પર શોક વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા પર આ અંગે એક નિવેદન શેર કર્યું છે. તેણે પાયલટની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરી છે. તેમણે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તેમની ત્વરિત કાર્યવાહી માટે સંબંધિત કર્મચારીઓની પ્રશંસા કરી હતી.
ન્યૂયોર્ક પોસ્ટે અહેવાલ આપ્યો છે કે છેલ્લા બે મહિનામાં ન્યૂ મેક્સિકોમાં લશ્કરી વિમાનને સંડોવતો આ બીજો અકસ્માત છે. આ વર્ષે એપ્રિલમાં, એક F-16 ફાઇટીંગ ફાલ્કન એરક્રાફ્ટ રાજ્યના દક્ષિણ ભાગમાં હોલોમેન એરફોર્સ બેઝ પાસે ક્રેશ થયું હતું. આ વિમાન દૂરના વિસ્તારમાં પડ્યું હતું