Saturday, September 7, 2024

ક્રેટાને ટક્કર આપવા માર્કેટમાં આવી રહી છે SUVની 2 નવી વેરિઅન્ટ્સ

જો તમે નજીકના ભવિષ્યમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટ ભારતીય ગ્રાહકોમાં સૌથી વધુ લોકપ્રિય છે. આ સેગમેન્ટમાં Tata Punch, Tata Nexon, Maruti Brezza, Hyundai Creta અને Kia Seltos જેવી SUVનો સમાવેશ થાય છે. આને ધ્યાનમાં રાખીને, Kia સેલ્ટોસે ભારતીય બજારમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ 2 નવા વેરિઅન્ટ્સ લોન્ચ કર્યા છે. નવા લોન્ચ કરાયેલ HTK+ પેટ્રોલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 15.40 લાખ છે. જ્યારે HTK+ ડીઝલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 16.90 લાખ રૂપિયા છે. ચાલો આપણે નવા લૉન્ચ કરેલા વેરિઅન્ટની વિશેષતાઓ વિશે વિગતવાર જાણીએ.

Kia Seltos માં લૉન્ચ થયેલા નવીનતમ HTK+ વેરિઅન્ટમાં, ગ્રાહકોને પેનોરેમિક સનરૂફ, ડ્રાઇવ અને ટ્રેક્શન મોડ્સ, પેડલ શિફ્ટર, LED કનેક્ટેડ ટેલલેમ્પ્સ, LED ફ્રન્ટ મેપ લેમ્પ્સ, ઇન્ટિરિયર LED રીડિંગ લેમ્પ, લેધરેટ સ્ટીયરિંગ વ્હીલ અને નવો એક્સટીરિયર પેઇન્ટ વિકલ્પ પણ મળે છે. તમને જણાવી દઈએ કે Kia Septos કંપનીની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ SUV છે. ગયા ફેબ્રુઆરીમાં, કિયા સેલ્ટોસ સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ એસયુવીમાં ત્રીજા સ્થાને હતી. આ સમયગાળા દરમિયાન કિયા સેલ્ટોસે 6,265 કારનું વેચાણ કર્યું હતું.

Kia Seltos એક 5-સીટર કાર છે જેમાં ગ્રાહકોને 3 એન્જિન વિકલ્પો મળે છે. પહેલું 1.5 લિટર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે જે 115bhpનો મહત્તમ પાવર અને 144Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. જ્યારે, અન્ય એક 1.5 લિટર ડીઝલ એન્જિનથી સજ્જ છે જે 116bhpનો મહત્તમ પાવર અને 250Nmનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. જ્યારે ત્રીજું 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનથી સજ્જ છે જે મહત્તમ 160bhp પાવર અને 253Nmનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Advertismentspot_img

Instagram

Most Popular