Saturday, December 21, 2024

ગેરકાયદેસર સંબંધોના આરોપમાં પણ પત્ની મેળવશે ભરણપોષણ: Madhya Pradesh High Court

Madhya Pradesh High Court એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં જણાવ્યું છે કે પત્ની ગેરકાયદે સંબંધોમાં સંડોવાયેલી હોય તો પણ તે ભરણપોષણ માટે હકદાર છે, જો દાવો દાખલ કરતી વખતે તે આવા સંબંધોમાં ન હોય. આ ચુકાદો એવા કેસમાં આપવામાં આવ્યો હતો જ્યાં એક પતિએ તેની પત્ની પર અન્ય પુરૂષો સાથે ગેરકાયદેસર સંબંધો હોવાનો આરોપ મૂક્યો હતો અને ફેમિલી કોર્ટ દ્વારા નિર્ધારિત કરાયેલા ભથ્થાબંધીના આદેશને પડકાર્યો હતો.

કોર્ટે ખુલાસો કર્યો કે લગ્ન પછીના વિવાદોને કારણે 2016માં દંપતીના છૂટાછેડા થઈ ગયા હતા અને તેમ છતાં પત્ની ભરણપોષણ માટે પાત્ર છે. કોર્ટે વધુમાં સ્પષ્ટતા કરી કે ‘પત્ની’ની વ્યાખ્યામાં એવી મહિલાનો સમાવેશ થાય છે જેને તેના પતિએ છૂટાછેડા લીધા હોય અને તેણે ફરીથી લગ્ન કર્યા ન હોય.

પતિ દ્વારા દાખલ કરાયેલી રિવિઝન પિટિશનમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પત્ની રાત્રે ફોન પર અન્ય પુરૂષો સાથે વાત કરતી હતી અને ગેરકાયદેસર સંબંધોમાં સંડોવાયેલી હતી. પતિએ પત્ની ભોપાલમાં અન્ય પુરૂષ સાથે રહેતી હોવાના પુરાવા પણ રજૂ કર્યા હતા, પરંતુ તે ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ પ્રમાણિત થઈ શક્યા નથી.

હાઈકોર્ટે ચુકાદો સંભળાવતા જણાવ્યું હતું કે પતિ તેના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે અને તેથી ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલ ભરણપોષણનો આદેશ યથાવત રહેશે. આ નિર્ણય એ વાત પર ભાર મૂકે છે કે વિવાદિત સંજોગોમાં પણ પત્નીના ભરણપોષણનો કાનૂની અધિકાર સુરક્ષિત છે.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Advertismentspot_img

Instagram

Most Popular