સંયુક્ત રાષ્ટ્રના એક નવા અહેવાલમાં જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં દરરોજ 1 Billion થી વધુ Food નો બગાડ થાય છે જ્યારે લગભગ 800 મિલિયન લોકો ભૂખ્યા રહે છે.યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP)ના ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ 2024ના અહેવાલ મુજબ, આ રીતે, 2022 માં 1.05 અબજ ટન ખોરાકનો બગાડ થયો હતો. લગભગ 20 ટકા ખોરાક કચરામાં ફેંકવામાં આવે છે. ખેતરમાં ઉત્પાદન થાય ત્યારથી લઈને થાળી સુધી પહોંચે ત્યાં સુધી 13 ટકા ખોરાકનો બગાડ થાય છે. એકંદરે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન લગભગ ત્રીજા ભાગનો ખોરાક બગાડવામાં આવે છે. ખાદ્યપદાર્થોનો બગાડ એ વૈશ્વિક કરૂણાંતિકા છે.યુએન એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈંગર એન્ડરસને જણાવ્યું હતું કે બજારમાં ઉપલબ્ધ ખાદ્ય ઉત્પાદનોમાંથી લગભગ પાંચમા ભાગનો બગાડ થાય છે. મોટાભાગના ખોરાકનો બગાડ પરિવારો દ્વારા કરવામાં આવે છે.
તેમણે ખોરાકના આ બગાડને વૈશ્વિક દુર્ઘટના ગણાવી હતી. એન્ડરસને કહ્યું, “ખાદ્યનો કચરો એ વૈશ્વિક દુર્ઘટના છે. વિશ્વભરમાં ખાદ્યપદાર્થોના કચરાને કારણે આજે લાખો લોકો ભૂખ્યા છે. આ સમસ્યા માત્ર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર જ નહીં, પરંતુ આબોહવા પરિવર્તન અને જૈવવિવિધતાના નુકસાન પર પણ નકારાત્મક અસર કરે છે. અહેવાલ મુજબ, વિશ્વમાં મોટાભાગના ખોરાકનો બગાડ ઘરોમાં થાય છે, જે વાર્ષિક 631 મિલિયન ટન જેટલો છે.
ખાદ્ય કચરાનો જથ્થો ખાદ્ય સેવા ક્ષેત્રમાં 290 મિલિયન ટન અને છૂટક ક્ષેત્રમાં 131 મિલિયન ટન છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં દરેક વ્યક્તિ દર વર્ષે સરેરાશ 79 કિલો ખોરાકનો બગાડ કરે છે. આ વિશ્વના દરેક ભૂખ્યા વ્યક્તિ માટે દરરોજના 1.3 ભોજનની સમકક્ષ છે. UNEP 2021 થી ખોરાકના બગાડ પર નજર રાખી રહ્યું છે, જે સમૃદ્ધ અને ગરીબ દેશો માટે સમાન સમસ્યા છે. તેમનું કહેવું છે કે આ સમસ્યા માત્ર સમૃદ્ધ દેશો સુધી મર્યાદિત નથી.
એવો અંદાજ છે કે ઉચ્ચ, ઉચ્ચ મધ્યમ અને નિમ્ન મધ્યમ આવક ધરાવતા દેશો વચ્ચે માથાદીઠ વાર્ષિક ખાદ્ય કચરાના દરમાં માત્ર સાત કિલોગ્રામનો તફાવત હોય છે. શહેરી અને ગ્રામીણ વસ્તી વચ્ચે ખોરાકના બગાડના દરમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, મધ્યમ આવક ધરાવતા દેશોમાં ગ્રામીણ વસ્તી પ્રમાણમાં ઓછા ખોરાકનો બગાડ કરે છે. તેનું એક સંભવિત કારણ એ છે કે ગામડાઓમાં બચેલો ખોરાક પ્રાણીઓને ખવડાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ખાતર તરીકે પણ થાય છે. રિપોર્ટમાં ખાદ્ય કચરાને મર્યાદિત કરવાના પ્રયાસો સુધારવા અને શહેરોમાં ખાતર તરીકે તેનો ઉપયોગ વધારવાની ભલામણ કરવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હેઠળ, વિશ્વનો ધ્યેય 2030 સુધીમાં ખોરાકનો બગાડ અડધો કરવાનો છે.